મનપાના અટપટા નિયમોથી અટલ સરોવરની દુકાનો વેપારીઓ માટે ભાડે રાખવી અસંભવ! Sep 22, 2026 રાજકોટ,૨૦ કઠિન અને જટિલ શરતોને લીધે વેપારીઓમાં રોષ, દુકાનોભાડે રાખવાનું સ્વપ્ન ક્યારેય પૂરું નહી થાયરાજકોટના લોકપ્રિય પ્રોજેક્ટ એવા અટલ સરોવર ખાતે આવેલી 42 નવી દુકાનોના ઈ-ઓક્શનને લઈને હાલ વેપારી વર્ગમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ સરોવરની આ 42 દુકાનોને ભાડે આપવા માટે એવા અટપટા અને જટિલ નિયમો બનાવવામાં આવ્યા છે કે કોઈ પણ સામાન્ય કે મધ્યમ વર્ગનો વેપારી કોઈ કાળે આ દુકાનો ભાડે રાખી જ ન શકે. મનપા દ્વારા બહાર પાડવામાં આવેલી શરતો એટલી બધી અટપટી અને પૂરી ન કરી શકાય તેવી છે કે વેપારીઓમાં આશ્ચર્ય સાથે નિરાશા ફેલાઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, મનપાએ દુકાનો ફાળવવા માટે જે આશરે ૨૦ જેટલા નિયમો ઘડ્યા છે, તેમાં અનેક પ્રકારની ગૂંચવણો ઊભી કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે આ નિયમો માત્ર કાગળ પર સારા લાગે છે પરંતુ વ્યવહારમાં તેનું પાલન કરવું નામુમક છે. વેપારીઓ કોઈપણ કાળે આટલી કડક અને અશક્ય શરતોનું પાલન કરીને ધંધો ચલાવી શકે તેમ નથી. અગાઉ દુકાનોની હરાજીમાં ભાગ લેવા માટે ઊંચી ડિપોઝિટની સાથે સાથે જે જોગવાઈઓ રાખવામાં આવી હતી, તેમાં હવે આ નવા અટપટા નિયમો ઉમેરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.એક તરફ મનપા તંત્ર વેપારીઓને વેપાર-રોજગાર માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના દાવા કરે છે, તો બીજી તરફ આવા અવિચારી અને જટિલ નિયમો બનાવીને વેપારીઓને વેપાર કરતા અટકાવવા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. વેપારી આલમમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે જો આ નિયમોમાં સુધારો કરવામાં નહીં આવે, તો અટલ સરોવરની આ દુકાનો ખાલી ને ખાલી જ રહેશે અને મનપાના હેતુઓ અધૂરા રહી જશે. સ્થાનિક વેપારીઓએ મનપાના સત્તાધીશો સમક્ષ આ અટપટા નિયમોને હળવા કરવા અથવા તેમાં જરૂરી ફેરફાર કરવા ઉગ્ર માગણી પણ કરી છે. Previous Post Next Post