આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કડક નિયંત્રણોની તૈયારી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કડક નિયંત્રણોની તૈયારી

નવી દિલ્હી,

આગામી એક મહિનામાં એઆઈ રેગ્યુલેશનનું મહત્વપૂર્ણ કન્સલ્ટેશન પેપર

દેશમાં સતત વધી રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગ અને તેના જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, સરકાર આગામી એક મહિનાની અંદર એઆઈ રેગ્યુલેશન અંગેનું વિશેષ 'કન્સલ્ટેશન પેપર' જાહેર કરશે. આ કન્સલ્ટેશન પેપર ભવિષ્યમાં દેશમાં ઘડવામાં આવનારા એઆઈ નિયમો અને માળખા માટેનો મુખ્ય પાયો બનશે. માત્ર કાયદો બનાવીને આ ટેક્નોલોજીને કાબૂમાં રાખી શકાય નહીં, તેથી એક સર્વગ્રાહી અને અસરકારક 'ટેક્નો-લીગલ' અભિગમ અપનાવવામાં આવશે. આ નવા નિયમનમાં મુખ્યત્વે એઆઈ સેફ્ટી, સાયબર સુરક્ષા, યુઝર્સને થતા નુકસાન, માનસિક વિકારો અને ખાસ કરીને 'ડીપફેક' જેવી ગંભીર સમસ્યાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે રોજ-બરોજ વધુ સચોટ બની રહેલા ડીપફેક વીડિયો અને કન્ટેન્ટના કારણે લોકો સરળતાથી ગેરમાર્ગે દોરાય છે, જે સમાજમાં ખોટી માન્યતાઓ અને ગેરરીતિઓને પ્રોત્સાહન આપે છે. આથી, એઆઈના નિયમનમાં માત્ર સરકાર જ નહીં પરંતુ સંબંધિત ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગ જગતે પણ મુખ્ય જવાબદારી ઉઠાવવી પડશે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ