દિલ્હી: જંતર મંતર પર પહોચેલા CJP સમર્થકોની અટકાય

દિલ્હી: જંતર મંતર પર પહોચેલા CJP સમર્થકોની અટકાય

નવી દિલ્હી,

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં બનાવાયું છે અસ્થાઈ ડિટેન્શન સેન્ટર
 
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન માટે એકઠા થઈ રહેલા કેટલાક પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જંતર-મંતર પરના પ્રદર્શનને પગલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી હતી. જ્યાં દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો માર્ચ કરી રહ્યા છે તેમજ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

અંધારામાં પણ કામ કરી શકે અને દરેક ગતિવિધિ રેકોર્ડ કરી શકે તેવા બોડી કેમેરા દિલ્હી પોલીસના જવાનોની વર્દી પર લગાવવામાં આવ્યા હતા. જેથી ધક્કામુક્કી જેવી સ્થિતિમાં સ્પષ્ટતા રહી શકે.

રાજધાનીમાં સુરક્ષાના વ્યાપક ભાગરૂપે આશરે 25 હજારથી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તથા ૪૫ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને નિકાસ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, રાજધાનીની સરહદો પર તપાસ ખૂબ જ સખત કરી દેવામાં આવી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ