નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા ટ્રમ્પનું મન અશાંત..!

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા ટ્રમ્પનું મન અશાંત..!

નવી દિલ્હી,

'મેં ૮ યુદ્ધો અટકાવ્યા, છતાં પુરસ્કાર ન મળ્યો: ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી

નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૬ ના વિજેતા તરીકે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ન્યાયાધીશ નવની પિલ્લાઈના નામની જાહેરાત થતાં જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરો અસંતોષ અને નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક સ્તરે અંદાજે ૮ જેટલા મોટા યુદ્ધો અને સંઘર્ષો અટકાવ્યા છે, તેથી દરેક યુદ્ધ રોકવા બદલ તેમને આ પુરસ્કાર મળવો જોઈતો હતો.

ટ્રમ્પે નોબેલ કમિટીના નિર્ણય પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે તેમણે એવા કાર્યો કર્યા છે જે ભૂતકાળમાં કોઈ રાષ્ટ્રપતિ કરી શક્યા નથી. નોબેલ વિજેતા નવની પિલ્લાઈ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે પિલ્લાઈને વૈશ્વિક સ્તરે કોઈ ઓળખતું પણ નથી, છતાં નોબેલ સમિતિએ તેમની પસંદગી કરી છે. આ સાથે ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ૨૦૦૯માં મળેલી નોબેલની યાદ અપાવીને ઉમેર્યું હતું કે ઓબામાને પણ ખબર નહોતી કે તેમને આ પુરસ્કાર શા માટે મળ્યો હતો, જ્યારે પોતે વાસ્તવિક કામગીરી કરી હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ