દીપકે સહિતના "કોક્રોચો"ને દિલ્હી પોલીસે વિમાનમાંથી જ ઉઠાવી લીધા Oct 10, 2026 નવી દિલ્હી,મુંબઈથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતાં પ્લેનમાંથી જ અટકાયતમુંબઈથી દિલ્હી પહોચેલા વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અભિજિત દીપકે સહિત રાંકા, અને સૌરવ દાસ સહિતના સીજેપી નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. અભિજિત દીપકેએ આ દરમિયાન કહ્યું હતું કે હું ડરવાનો નથી. તેની સાથે આશુતોષ રાંકા, સૌરવ દાસને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસ વિમાનમાં જ પહોંચી ગઇ હતી.અભિજિત દીપકે અને સીજેપીના અન્ય નેતાઓ દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. ધ્રૂવ રાઠી સહિત 150થી વધુ લોકોની અટકાયતના અહેવાલો વચ્ચે અભિજિત દીપકેએ મોટું નિવેદન આપતા કહ્યું કે અમે સરકારની ધમકીઓથી ડરવાના નથી. અમારા અનેક સાથીઓની અટકાયત કરી લેવામાં આવી છે.આ ઘટનાક્રમ વચ્ચે દીપકેએ લાઇવ થવા નો પ્રયાસ કર્યો હતો. જો કે તે બહુ ટૂંકો મેસેજ જ આપી શક્યો હતો. Previous Post Next Post