સંસદથી ચૂંટણી પંચ સુધી હાઈ-વોલ્ટેજ ડ્રામા: રાહુલ ગાંધી બેરીકેડ પર ચડ્યા

સંસદથી ચૂંટણી પંચ સુધી હાઈ-વોલ્ટેજ ડ્રામા: રાહુલ ગાંધી બેરીકેડ પર ચડ્યા

નવી દિલ્હી,

ચૂંટણી પંચના મુખ્યાલય બહાર ૧૦૦થી વધુ સાંસદોના ધરણા
 

રાજધાનીમાં 'INDIA' બ્લોકના વિપક્ષી સાંસદો દ્વારા સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય 'નિર્વાચન સદન' તરફ એક વિશાળ વિરોધ કૂચ કાઢવામાં આવી રહી છે.  આ પ્રદર્શન દરમિયાન ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ પર ચઢી ગયા હતા.

'સેવ ડેમોક્રસી' અને 'સેવ માઈ વોટ'ના પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે વિપક્ષી નેતાઓની આ કૂચને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ૧૦૦થી વધુ સાંસદો આકાશવાણી ભવન પાસે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. આ વિરોધ પ્રદર્શન અને કૂચ દરમિયાન ડીએમકે અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો આ પ્રદર્શનથી દૂર રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ નેતાઓની અટકાયત કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

You may also like

પેન્ડિંગ કોર્ટ કેસમાં દેશમાં અમદાવાદ ચોથા સ્થાને

પેન્ડિંગ કોર્ટ કેસમાં દેશમાં અમદાવાદ ચોથા સ્થાને

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ