ફ્રેન્કફર્ટ-દિલ્હી ફ્લાઈટના પાઇલટે હાઈઝેકિંગનું એલર્ટ મોકલતા જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

ફ્રેન્કફર્ટ-દિલ્હી ફ્લાઈટના પાઇલટે હાઈઝેકિંગનું એલર્ટ મોકલતા જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

જયપુર,

અમદાવાદ ATCને મળ્યું એલર્ટ,બી'સ્ક્વૉક 7500' કોડ સક્રિય કરતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા પ્લેન હાઈજેક અંગેનું અત્યંત સંવેદનશીલ એલર્ટ જારી કરવામાં આવતાં સુરક્ષા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફ્રેન્કફર્ટથી દિલ્હી તરફ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2030ના પાયલટે અચાનક વિમાનમાંથી 'સ્ક્વૉક કોડ 7500'  જાહેર કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય એવિએશનના નિયમો મુજબ પ્લેન હાઈજેકની ગંભીર સ્થિતિ અથવા ઈમરજન્સીનો નિર્દેશ કરે છે.

આ ઈમરજન્સી મેસેજ અમદાવાદ ATCને મળતાં જ તાત્કાલિક ધોરણે તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ  અને એરપોર્ટ ઓથોરિટીને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટ AI-2030નું જયપુર એરપોર્ટ પર તાબડતોબ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

લેન્ડિંગ થતાં જ વિમાનને સુરક્ષાના કારણોસર એરપોર્ટના અલગથી નિર્ધારિત 'આઈસોલેશન વે' ( પર લઈ જવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જયપુર એરપોર્ટ પર તમામ કટોકટીપૂર્ણ સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષા દળો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એવિએશન અધિકારીઓ દ્વારા વિમાન, વિમાનમાં સવાર મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સની સઘન તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

You may also like

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ