ફ્રાન્સની સુપરમાર્કેટો પર અનોખો સાયબર હુમલો, રેફ્રિજરેટર્સમાં લગાવાઈ આગ Oct 13, 2026 નવી દિલ્હી,હેકર્સે કનેક્ટેડ સ્માર્ટ ફ્રીઝરોનું તાપમાન રાતોરાત ૫૦ ડિગ્રી સુધી વધારી દેતાં સેંકડો સ્ટોર્સમાં આગના લાગી યુરોપીય દેશ ફ્રાન્સમાં સાયબર હેકર્સે ડિજિટલ નેટવર્ક સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને રાતોરાત ફ્રાન્સના અનેક મુખ્ય ફૂડ રિટેલર્સ અને સુપરમાર્કેટોમાં સ્થાપિત કનેક્ટેડ રેફ્રિજરેટર્સનું તાપમાન વધારીને સીધું ૫૦ ડિગ્રી સેલ્સિયસ (૧૨૨ ડિગ્રી ફેરનહીટ) સુધી પહોંચાડી દીધું હતું.અચાનક જ ગરમી વધી જવાના કારણે સેંકડો સુપરમાર્કેટ સ્ટોર્સમાં મૂકેલો લાખો રૂપિયાનો ખાદ્ય ખોરાક અને ફ્રોઝન આઇટમો રાતોરાત બગડી ગઈ હતી. એટલું જ નહીં, સિસ્ટમ ઓવરહીટ થવાને લીધે કેટલીક સુપરમાર્કેટોના રેફ્રિજરેટર્સમાં શોર્ટ સર્કિટ થઈને આગ લાગવાના બનાવો પણ બન્યા હતા. પેરિસના ફરિયાદીની ઓફિસે આ ઘટના અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વ્યાપક હેકિંગ હુમલાથી દેશના અનેક મોટા ફૂડ રિટેલિંગ આઉટલેટ્સ પ્રભાવિત થયા છે, જેની પાછળ રહેલા હેકર્સ અને સાયબર કૌભાંડની તપાસ એજન્સીઓ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. Previous Post Next Post