કેન્દ્ર સરકાર ગુજરાતને 1000 મેગાવોટ વધારાની વીજળી પૂરી પાડશે Oct 17, 2026 ગાંધીનગર,વીજ પુરવઠો જાળવી રાખવા અને મોટા વીજકાપને ટાળવા ઘડાયો માસ્ટર પ્લાનરાજ્યના ઊર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અંદાજે એક કલાક સુધી ગહન ચર્ચા-વિચારણામાં રાજ્યમાં વીજળીની વર્તમાન પરિસ્થિતિ, વધી રહેલી માગ અને તેને પહોંચી વળવાના આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.અલ નીનો અને બદલાતા હવામાનની અસરને કારણે રાજ્યમાં વીજળીની વપરાશ અને માંગમાં સતત વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગોને કોઈપણ જાતની મુશ્કેલી વિના સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે કેન્દ્ર સરકાર પાસે વધારાની વીજળીની માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વિનંતીને ગ્રાહ્ય રાખી ગુજરાતને ૧૦૦૦ મેગાવોટ (1000 MW) વધારાની વીજળી પૂરી પાડવાની ખાતરી આપી છે. ગાંધીનગર ખાતેની બેઠકમાં ઊર્જામંત્રી અને અધિકારીઓએ સ્પષ્ટ પ્લાનિંગ તૈયાર કર્યું છે જેથી રાજ્યના કોઈપણ ક્ષેત્રમાં મોટા પાયે વીજકાપની સ્થિતિ ઊભી ન થાય. Previous Post Next Post