પૂર્વ વીસી નીરજા ગુપ્તાએ યુનિ.ના ખર્ચે ખરીદ્યા મોંઘા કપડાં અને દાગીના

પૂર્વ વીસી નીરજા ગુપ્તાએ યુનિ.ના ખર્ચે ખરીદ્યા મોંઘા કપડાં અને દાગીના

અમદાવાદ,

સોના-ચાંદીની ખરીદી, ૬ હજારનું બ્લાઉઝ તથા ૧૧ હજારની કુર્તીની બિલ યુનિના ખાતામાં

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ અગાઉ વિદેશ પ્રવાસ દરમિયાન લિપસ્ટિક, આઈલાઈનર, પાવડર બ્લશ અને અન્ય બ્યુટી પ્રોડક્ટ્સના બિલ યુનિવર્સિટીના માથે નાખવાના વિવાદ બાદ, હવે તેમના દ્વારા મોંઘા વસ્ત્રો અને જ્વેલરી પણ યુનિવર્સિટીના નાણાંથી ખરીદવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

નીરજા ગુપ્તાએ અમદાવાદના સીજી રોડ પર આવેલા સ્ટોર્સમાંથી ચાંદીની વસ્તુઓ તેમજ ચેન્નઈ પ્રવાસ દરમિયાન સોનાના દાગીના ખરીદ્યા હતા. આટલું જ નહીં, રૂ. ૬,૦૦૦ નું બ્લાઉઝ અને રૂ. ૧૧,૦૦૦ ની કુર્તી સહિતના મોંઘા વસ્ત્રોની ખરીદીના બિલ સીધા ગુજરાત યુનિવર્સિટીમાં પાસ કરાવવામાં આવ્યા હતા.

વિદ્યાધામ જેવા પવિત્ર શૈક્ષણિક સંકુલમાં જવાબદાર ઉચ્ચ હોદ્દા પર બેસીને આ પ્રકારે સરકારી નાણાંનો અંગત મોજશોખ અને લક્ઝરી માટે દુરુપયોગ કરવામાં આવતા શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ