અમેરિકાના એરપોર્ટ પર પ્રવાસીઓએ બાંગ્લાદેશી મોહમ્મદ યુનુસનો હુરિયો બોલાવ્યો

અમેરિકાના એરપોર્ટ પર પ્રવાસીઓએ બાંગ્લાદેશી મોહમ્મદ યુનુસનો હુરિયો બોલાવ્યો

નવી દિલ્હી,

બાંગ્લાદેશી વચગાળાની સરકારના વડા વિરુદ્ધ નારાબાજી; ભારે સુરક્ષા વચ્ચે બહાર કાઢ્યા

બાંગ્લાદેશના વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ અમેરિકાના એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર  પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સેંકડોની સંખ્યામાં લોકો અને પ્રવાસીઓ અચાનક તેમની સામે આવી ગયા હતા અને ભારે રોષ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. એરપોર્ટ પર એકત્ર થયેલા દેખાવકારોએ મોહમ્મદ યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ (હિન્દુઓ) પર થઈ રહેલા અત્યાચારો તથા કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થિતિ એટલી હદે તણાવપૂર્ણ બની ગઈ હતી કે સેંકડો લોકો યુનુસના કાફલાની પાછળ દોડ્યા હતા અને તેમના શાસન સામે સવાલો ઉઠાવ્યા હતા.
આ અણધાર્યા વિરોધ પ્રદર્શન અને હુલ્લડ જેવી સ્થિતિને કારણે યુએસ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ભારે સુરક્ષા ઘેરા વચ્ચે મોહમ્મદ યુનુસને સલામત રીતે એરપોર્ટ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ