ડીસા માર્કેટ યાર્ડમાં ₹૫૦૦ કરોડની જીએસટી ચોરીનો પર્દાફાશ Oct 23, 2026 બનાસકાંઠા,વેપારીના વાયરલ વીડિયોમાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિની આશંકા દર્શાવીબનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં અંદાજે ₹૫૦૦ કરોડનું મોટું જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીસા માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા એક વેપારી દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.વાયરલ થયેલા વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બહારના રાજ્યોમાંથી મગફળીની ખરીદી કરી ખેડૂતોને રોકડા નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા અને એ બિલોનો વહીવટ બારોબાર કરી દેવાયો હતો. તારીખ ૫ મે ૨૦૨૫ થી ૩૧ જૂન ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન આ બિલોનો શંકાસ્પદ વહીવટ થયો હોવાનું સામે આવ્યું છે. ગુજકોમાસોલ દ્વારા મંડળીઓને ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજૂરી અપાઈ હતી, જેમાં વેપારીઓ અને મંડળીના સંચાલકોની મિલીભગતથી અન્ય રાજ્યોમાંથી હલકી ગુણવત્તાની મગફળી લાવી સરકારને ધાબડી દઈ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ વીડિયો સામે આવતા જ માર્કેટ યાર્ડના બેફામ બનેલા વેપારીઓ અને સંલગ્ન અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. Previous Post Next Post