અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹૪.૪૫નો તોતિંગ વધારો Oct 23, 2026 નવી દિલ્હી,રિક્ષા, કેબ, ટેક્સી ચાલકો અને સામાન્ય વાહનચાલકો માટે દિવાળી પર હૈયા-હોળીવૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી યુદ્ધ જેવી અનિશ્ચિત પરિસ્થિતિઓની સર્જાયેલી અસ્થિરતા વચ્ચે અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસના નવા આદેશ અનુસાર, સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૪.૪૫નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં જ ઈંધણના ભાવ વધવાથી વાહનચાલકો અને સામાન્ય નાગરિકોના બજેટ પર ભારે ભારણ વધી ગયું છે. આ વધારા બાદ ગ્રાહકોએ હવે સુધારેલા લેટેસ્ટ રેટ પ્રમાણે વધુ નાણાં ચૂકવવા પડશે. Previous Post Next Post