સાઉદી અરેબિયાના વિશ્વના સૌથી મોટા અરામકો ઓઈલ પ્લાન્ટ પર હુથીઓનો ભીષણ હુમલો

સાઉદી અરેબિયાના વિશ્વના સૌથી મોટા અરામકો ઓઈલ પ્લાન્ટ પર હુથીઓનો ભીષણ હુમલો

નવી દિલ્હી,

યમનથી છોડાયેલી બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી જેદ્દાહ તથા રિયાધ ધણધણી ઊઠ્યા

યમનના હુથી વિદ્રોહી જૂથ દ્વારા વિશ્વની સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસિંગ કંપની 'સાઉદી અરામકો'ના મુખ્ય ઓઈલ પ્લાન્ટ્સ અને રિફાઈનરીઓને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. હુથી લડવૈયાઓએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાના જેદ્દાહ, જીઝાન, યાનબુ અને રિયાધ સ્થિત અરામકોની મહત્ત્વપૂર્ણ તેલ સુવિધાઓ તેમજ સૈન્ય મથકો પર એકસાથે અનેક ક્રૂઝ-બેલિસ્ટિક મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોન્સથી ભીષણ પ્રહાર કર્યા છે.

આ હુમલાને કારણે અરામકો ઓઈલ કોમ્પ્લેક્સ અને વહિવટી બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે અને ભીષણ આગ લાગી છે. સમગ્ર ઘટના બાદ સાઉદી અરેબિયાના જેદ્દાહ, આભા અને જાઝાન સહિતના વિસ્તારોમાં હાઈ સિક્યુરિટી ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હુથી લડવૈયાઓના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ ચેતવણી આપી છે કે સાઉદી નેતૃત્વ હેઠળનું ગઠબંધન જો લશ્કરી કારવાઈ નહીં રોકે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ વિનાશક પ્રહારો કરવામાં આવશે.
દુનિયાના તેલ પુરવઠાની મુખ્ય ધમની ગણાતી સાઉદી અરામકો પરના આ આક્રમણ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ