મેરઠમાં બ્લુ ડ્રમવાળી પતિની હત્યારી પત્ની અને તેના પ્રેમીને આજે સજાનું એલાન Oct 14, 2026 મેરઠ,આગલી રાત્રે જેલની કાળકોટડીમાં મુસ્કાન અને સાહિલની ઊંઘ હરામઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત અને કાળજું કંપાવનારા 'બ્લૂ ડ્રમ હત્યાકાંડ'માં કોર્ટ દ્વારા સજાની જાહેરાત અગાઉ દોષિત ઠરેલી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લામાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પતિ સૌરભ રાજપૂતની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં પૂરી ઉપરથી સિમેન્ટ ભરી દેવાના આ સનસનાટીભર્યા કેસમાં કોર્ટે ૨૨થી વધુ સાક્ષીઓની ગવાહીના આધારે બંનેને દોષિત ઠેરવ્યા છે.સજા ફટકારવાની પ્રક્રિયા શરૂ થતાં જ જેલમાં બંધ બંને આરોપીઓની રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સજાની દહેશતના કારણે દોષિત મુસ્કાન અને સાહિલે રાત્રે જેલનું ડિનર કે સવારે નાસ્તો પણ કર્યો ન હતો અને આખી રાત જાગતાં વિતાવી હતી.સુનાવણી દરમિયાન બંને દોષિતોને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મેરઠ જિલ્લા અદાલતના જજ અરવિંદ કુમાર મિશ્રા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃતક સૌરભ રાજપૂતના પીડિત પરિવારે ન્યાયની આસ સાથે બંને આરોપીઓને ફાંસીની આકરી સજા ફટકારવાની માગ કરી છે. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સજા સંભળાવવામાં આવશે. Previous Post Next Post