અમેરિકામાં ગુજરાતી સ્ટોર માલિકે ચોરીની શંકાથી  14 વર્ષના કિશોરને કારથી ઉડાવ્યો

અમેરિકામાં ગુજરાતી સ્ટોર માલિકે ચોરીની શંકાથી 14 વર્ષના કિશોરને કારથી ઉડાવ્યો

નવી દિલ્હી,

કેવન પટેલની ધરપકડ, ઇજાગ્રસ્ત કિશોર કલાક સુધી મદદ વિના તડપતો રહ્યો

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના વેસ્ટ મેલબોર્ન વિસ્તારમાં ગુજરાતી મૂળના 32 વર્ષીય સ્ટોર માલિક કેવન પટેલની પોલીસે ધરપકડ કરી છે. કેવન પટેલ પર પોતાના સ્ટોરમાં ચોરી થઈ હોવાની શંકાના આધારે એક 14 વર્ષના અજ્ઞાત કિશોરનો કારમાં પીછો કરી, તેને ઇરાદાપૂર્વક જોરદાર ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કરવાનો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

સ્ટોરમાં ચોરીની શંકા ગયા બાદ કેવન પટેલે કાયદો હાથમાં લઈને કિશોરનો કારમાં પીછો કર્યો હતો અને રસ્તા પર તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે 14 વર્ષીય કિશોર ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ સ્ટોર માલિક તેને સારવાર આપવા કે પોલીસને જાણ કરવાના બદલે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ છોડીને ફરાર થઈ ગયો હતો.

મેલબોર્ન પોલીસનેરસ્તાના કિનારે અત્યંત ગંભીર હાલતમાં પડેલો ૧૪ વર્ષનો કિશોર મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. આ મામલે વેસ્ટ મેલબોર્ન પોલીસે કેવન પટેલ સામે જીવલેણ હુમલો અને ગંભીર શારીરિક ઇજા પહોંચાડીને અકસ્માત સ્થળેથી ભાગી જવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન