લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન દીકરીઓ સાથે ગરબે રમાડો: કાજલ હિન્દુસ્તાની કાળઝાળ

લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન દીકરીઓ સાથે ગરબે રમાડો: કાજલ હિન્દુસ્તાની કાળઝાળ

અમદાવાદ,

'રંગ મોરલા' ગરબા મહોત્સવના ગાયકોના વલણ સામે કાજલ હિન્દુસ્તાનીના આકરા પ્રહાર

અમદાવાદના એસ. પી. રિંગ રોડ પર આયોજિત જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના 'રંગ મોરલા' ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી આરજે આકાશ દ્વારા વિધર્મીઓને/અન્ય સભ્યોને ગરબા સ્થળ છોડી જવા અને વિશ્વ હિન્દુ પરિષદની હેલ્પલાઈન અંગે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગાયક હાર્દિક દવેએ સોશિયલ મીડિયા પર ધર્મના આધારે ભેદભાવ ન કરવા અને સહઅસ્તિત્વ જાળવવાની અપીલ કરી હતી, જ્યારે આદિત્ય ગઢવીએ પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ એનાઉન્સમેન્ટ તેમનું અંગત નહોતું અને માતાજીની ભક્તિમાં સૌનું સ્વાગત છે.

આ વિવાદમાં હવે સામાજિક અને હિન્દુત્વવાદી કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ આદિત્ય ગઢવી અને હાર્દિક દવેના વલણ સામે આકરા પ્રહારો કરતા કટાક્ષ કર્યો હતો કે, જો આટલો જ ધર્મનિરપેક્ષતાનો પ્રેમ હોય તો 'લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો અને ભજન બંધ કરી કવ્વાલી શરૂ કરી દો.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન