UPI પર ચાર્જ ૧લી જાન્યુઆરી સુધી મોકૂફ રખાય તેવી શક્યતા Oct 08, 2026 નવી દિલ્હી,તહેવારોને ધ્યાનમાં રાખીને તારીખ લંબાવવા વિચારણા; ટર્નઓવર મર્યાદા પણ વધી શકેઆગામી તહેવારોની મોસમ અને વેપારીઓની નારાજગી તથા રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે યૂપીઆઈ વ્યવહાર પરનો ચાર્જ આગામી ૧લી જાન્યુઆરી સુધી મુલત્વી રાખવાની તૈયારી દર્શાવી છે. અગાઉ આ નવા નિયમોનો અમલ ૧૫ ઓક્ટોબરથી થવાનો હતો, પરંતુ હવે તે લંબાઈને ૧ જાન્યુઆરી સુધી જઈ શકે છે.આ પ્રસ્તાવ હેઠળ નાણાકીય ટર્નઓવરની મર્યાદામાં પણ વધારો કરવામાં આવનાર છે, જેના કારણે નાના અને મધ્યમ વેપારીઓને મોટી રાહત મળશે. પ્રસ્તાવ મુજબ, રૂ. ૨,૦૦૦થી વધુના ચોક્કસ વેપારી વ્યવહારો પર ૦.૪ ટકા એમડીઆર લાગુ કરવાનું આયોજન છે, જ્યારે વ્યક્તિગત લેણ-દેણ (P2P) અને રૂ. ૨,૦૦૦ સુધીના નાના વેપારી વ્યવહારો સંપૂર્ણપણે નિઃશુલ્ક જ રહેશે. એક લાખના બદલે 40 લાખના ટર્ન ઓવર કરવાની પણ વિચારણા છે.જોકે, આ અંગે હજુ કોઈ અંતિમ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ આ નિર્ણયથી પેઇમેન્ટ એગ્રીગેટર્સ જેમ કે પેટીએ, મોબીક્વિક અને પાઇન લેબ્સના શેરો પર અસર જોવા મળી છે. Previous Post Next Post