હિરાસર એરપોર્ટથી ડિસેમ્બરના અંતમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થવાના એંધાણ

હિરાસર એરપોર્ટથી ડિસેમ્બરના અંતમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થવાના એંધાણ

રાજકોટ,

પોલીસ કર્મચારીઓને અપાઈ રહી છે ખાસ ઈમિગ્રેશન ટ્રેનિંગ

રાજકોટના હિરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. 
આંતરરાષ્ટ્રીય ઉડાનોના સંચાલનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ અને પ્રક્રિયાઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વિદેશી ઉડાનો માટે જરૂરી કાનૂની અને સુરક્ષા વ્યવસ્થાઓ અંતર્ગત પોલીસ કર્મચારીઓને અમદાવાદ ખાતે ઈમિગ્રેશનની ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે, જેથી મુસાફરોને આવનારા સમયમાં કોઈપણ પ્રકારની અડચણનો સામનો ન કરવો પડે. આ સુવિધા શરૂ થવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ, વેપારીઓ અને એન.આર.આઈ. વર્ગને સીધો લાભ મળશે અને તેમનો સમય તથા નાણાં બંનેની મોટા પ્રમાણમાં બચત થશે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન