રાજકોટના વાવડી ગામે આર.ઓ. પ્લાન્ટમાંથી માધવ સાવલીયા ૩૦ બોટલ દારૂ સાથે ઝડપાયો

રાજકોટના વાવડી ગામે આર.ઓ. પ્લાન્ટમાંથી માધવ સાવલીયા ૩૦ બોટલ દારૂ સાથે ઝડપાયો

રાજકોટ,

અન્ય પાંચ અલગ-અલગ સ્થળો પર પોલીસની રેડમાં મહિલા સહિત છ  ઝડપાયા

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. શહેરના વાવડી ગામ વિસ્તારમાં આવેલા એક આર.ઓ. (RO) પ્લાન્ટમાંથી માધવ સાવલીયા નામના શખ્સને વિદેશી દારૂની ૩૦ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ/પીસીબી (PCB), આજીડેમ પોલીસ સ્ટેશન અને થોરાળા પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા સંયુક્ત રીતે વાવડી ગામ, ગોવર્ધન ચોક, હુડકો ચોકડી પાસે, બાલકૃષ્ણ સોસાયટી તેમજ મયુરનગર સહિત કુલ પાંચ અલગ-અલગ સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ વ્યાપક દરોડાની કાર્યવાહી દરમિયાન આર.ઓ. પ્લાન્ટ ઉપરાંત ફ્લેટ અને મકાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એક મહિલા સહિત કુલ છ શખ્સો પોલીસના ઝપટે ચડી ગયા છે. 
વાવડી ગામે જસમતનગરમાં આવેલા માધવ દિનેશભાઈ સાવલીયા (ઉ.વ. ૩૦ રહે. તિરૂપતીનગર, પાણીના ટાંકા પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ)ના ખોડલ ડ્રીકીંગ વોટર નામના આરઓ પ્લાન્ટના શેડમાંથી તેને રૂા. ૯૦૩ની કિંમતની દારૂની ૩૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. બીજા દરોડામાં પીસીબીના એએસઆઇ અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી અંકુર હસમુખભાઈ બોરીયા (ઉ.વ. ૩૨) ના ફ્લેટમાંથી તેને રૂા. ૨૧,૮૪૩ ની કિંમતની દારૂની ૬ બોટલ સાથે તેને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ ડી. જી. પાલા, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે હુડકો ચોકડી નજીકથી વેપારી ધાર્મિક જીણેશભાઈ સોલંકી (ઉ.વ. ૨૮, રહે. આશાપુરા સોસાયટી, હુડકો પોલીસ ચોકી પાસે) અને હિતેષ રામજીભાઈ વરસાણી (ઉ.વ.૪૦, રહે. ભવનાથ પાર્ક, હરિધવા રોડ)ને દારૂની બે બોટલ સાથે પકડી લીધા હતા.

ચોથા દરોડામાં થોરાળા પોલીસનાં હેડ કોન્સ્ટેબલછ એચ. ડી. પરમાર, કોન્સ્ટેબલ શૈલેષભાઈ નેચડા સહિતના સ્ટાફે મેઇન રોડ પર રહેતાં મીનાબેન વિજયભાઈ રાઠોડ (ઉ.વ. ૩૨)ના મકાનમાં દરોડો પાડી તેને રૂા. ૨૦પરના વિદેશી દારૂના ૧૨ ચપલા સાથે ઝડપી ફરાર વિજય ઉર્ફે બાલી માધુભાઈ ભટ્ટી (રહે. ભવાનીનગર)ની શોધખોળ શરૂ કરી છે. પાંચમા દરોડામાં થોરાળા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ ડી. પી. કુંચાલા કોન્સ્ટેબલ નિલેશભાઈ જમોડ સહિતના સ્ટાફે સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટી નજીકથી રોહિત મુકેશભાઈ મેર (ઉ.વ. ૨૦, રહે. સાગરનગર મ.પરા, માર્કેટીંગ યાર્ડ પાસે) ને રૂા. ૧૭૯૬૪ની કિંમતની દારૂની ૧૨ બોટલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ઇસમોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સફળ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત