રાજકોટ એઇમ્સને ૬ વર્ષ વીતવા છતાં કાયમી સ્ટાફ અને IPD સુવિધાનો અભાવ

રાજકોટ એઇમ્સને ૬ વર્ષ વીતવા છતાં કાયમી સ્ટાફ અને IPD સુવિધાનો અભાવ

રાજકોટ,

હાર્ટ અને ગેસ્ટ્રો જેવા મહત્વના વિભાગોમાં કાયમી જગ્યાઓ ખાલી

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે અત્યાધુનિક આરોગ્ય સેવાઓના દાવા સાથે શરૂ થયેલી રાજકોટ એઇમ્સ હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એઇમ્સ શરૂ થયાને ૬ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અનેક મહત્વની કાયમી જગ્યાઓ હજુ સુધી ભરવામાં આવી નથી, જેના કારણે દર્દીઓને પૂરતી સારવાર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર બાબતને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા અન્ય આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી છે અને તંત્રની લાપરવાહી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન

કોંગ્રેસના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલના અતિ સંવેદનશીલ ગણાતા હાર્ટ (કાર્ડિયોલોજી) અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી જેવા મહત્વના વિભાગોમાં હજુ સુધી કાયમી જગ્યાઓ ભરવામાં આવી નથી. આ ઉપરાંત, અગાઉ ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવેલા તમામ અધિકારીઓ અને તબીબો પણ નિર્ધારિત સમય એટલે કે ૩ વર્ષ પૂરા થયા પહેલા જ પોતપોતાના વતન કે અન્ય સ્થળે જતા રહ્યા છે, જેના કારણે હોસ્પિટલની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

એક તરફ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. રાજકોટ એઇમ્સમાં અનેક મહત્વના વિભાગોમાં દર્દીઓને દાખલ કરીને સારવાર આપવા માટેની એટલે કે 'IPD' (ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ) ની પૂરતી સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. પૂરતો સ્ટાફ અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં ઊંચા ખર્ચે સારવાર લેવા મજબૂર બનવું પડે છે.

કોંગ્રેસ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે એઇમ્સમાં ખાલી પડેલી કાયમી જગ્યાઓ ભરવામાં નહીં આવે અને તમામ વિભાગોમાં સંપૂર્ણ સ્ટાફ સાથે IPD સેવાઓ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત