NSUI અને CJP પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીનો ગંભીર આક્ષેપ Oct 14, 2026 નવી દિલ્હી,માથામાં ડંડા માર્યા અને અટકાયત દરમિયાન શારીરિક ટોર્ચર કર્યાના ગંભીર આક્ષેપો કર્યાદિલ્હીમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલા તાજેતરના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને વિદ્યાર્થી નેતાઓએ દિલ્હી પોલીસ પર અત્યાચાર અને શારીરિક ટોર્ચરના અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. આ વિરોધકર્તાઓએ દાવો કર્યો હતો કે શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન પોલીસે સુરક્ષાના નામે કડક વલણ અપનાવીને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસે તેમના માથાના ભાગે ડંડા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા કસ્ટડીમાં લેવાયા બાદ પણ તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.આ ઘટના બાદ રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓએ પોલીસની આ અતિશય કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે લોકતાંત્રિક રીતે વિરોધ નોંધાવી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટે સરકારી તંત્ર અને પોલીસ બળનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. Previous Post Next Post