પનામામાં ૭.૭ની તીવ્રતાનો મહાભૂકંપ, ૪૫ આફ્ટરશૉકથી હાહાકાર

પનામામાં ૭.૭ની તીવ્રતાનો મહાભૂકંપ, ૪૫ આફ્ટરશૉકથી હાહાકાર

નવી દિલ્હી,

પિતાલોસા અરીબા નજીક કેન્દ્રબિંદુ; ઇમારતો ધરાશાયી થતાં ભારે અફરાતફરી

મધ્ય અમેરિકન દેશ પનામામાં શુક્રવારે વહેલી સવારે પ્રથમ ૭.૭ ની તીવ્રતાનો અને ત્યારબાદ ૬.૬ની તીવ્રતાનો બીજો મોટો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હેરેરા પ્રાંતના પિતાલોસા અરીબા નજીક જમીનમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. મુખ્ય ભૂકંપ બાદ  ૪૫થી વધુ આફ્ટરશૉક્સ નોંધવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં ભારે દહેશતનો માહોલ છવાયો છે.

આ પ્રચંડ ભૂકંપની ધ્રુજારી છેક પાટનગર પનામા સિટી સુધી અનુભવાઈ હતી, જ્યાં લોકો જીવ બચાવવા માટે બહુમાળી ઇમારતો અને ઘરોમાંથી શેરીઓમાં દોડી આવ્યા હતા. કેન્દ્રબિંદુની આસપાસના વિસ્તારોમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. હેરેરા પ્રાંતના ૬૦ વર્ષીય નાગરિક રોસેન્દો ડોમિંગેઝે આપવીતી જણાવતા કહ્યું હતું કે આંચકા એટલા ભયાનક હતા કે ઘરમાં રાખેલો રસોઈનો તમામ સામાન વિખેરાઈ ગયો હતો અને પરિવારો ભયથી ધ્રૂજી ઊઠ્યા હતા. આ આફત બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ