'મિસ્ટર મસ્ક, ભારત કોઈનું ગુલામ નથી:  કમલ હાસનની ત્રાડ

'મિસ્ટર મસ્ક, ભારત કોઈનું ગુલામ નથી: કમલ હાસનની ત્રાડ

ચેન્નાઈ,

અબજોપતિઓ દેશની નીતિઓ નક્કી ન કરી શકે; ભારતનું ભવિષ્ય જનતાના હાથમાં

મક્કલ નીધિ મૈયમના વડા અને અભિનેતા-રાજકારણી કમલ હાસને વિશ્વના સૌથી ધનિક અબજોપતિ એલોન મસ્ક સામે આકરું વલણ અપનાવતા મોટું નિવેદન આપ્યું છે. કમલ હાસને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે, "મિસ્ટર મસ્ક, ભારત હવે કોઈનું ગુલામ નથી." કોઈ પણ વિદેશી અબજોપતિ કે ઉદ્યોગપતિ દેશની નીતિ-રીતિઓ કે ભવિષ્ય નક્કી કરી શકે નહીં.

તમિલનાડુમાં પોતાના નિવેદન દરમિયાન કમલ હાસને ભારતના સાર્વભૌમત્વ અને લોકશાહી મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારત એક સ્વતંત્ર અને આત્મનિર્ભર દેશ છે. દેશનું ભવિષ્ય અને નીતિઓ ભારતના ૧૪૦ કરોડ નાગરિકો અને લોકશાહી પ્રક્રિયા દ્વારા જ નક્કી થશે, કોઈ વિદેશી ધનાઢ્ય વ્યક્તિના ઈશારે નહીં. અબજોપતિઓ અને મોટા કોર્પોરેટ ગૃહો દ્વારા દેશની આંતરિક નીતિઓ પર પ્રભાવ પાડવાના પ્રયાસો સામે તેમણે લાલ આંખ કરી હતી.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ