કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચાથી હોબાળો Oct 23, 2026 નવી દિલ્હી,કેનેડાના વિભાજનને અટકાવવામાં ભારતીય મૂળના લોકોએ મહત્વની ભૂમિકાને ભૂલી જવાઈકેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં અલગ દેશ બનાવવાની માંગ અને ઇમિગ્રેશન નીતિઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરના જનમતસંગ્રહમાં અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવાના પ્રસ્તાવને મોટાભાગના મતદારોએ ફગાવી દીધો હતો, જેના કારણે દેશનું વિભાજન ટળી ગયું હતું. આ સમગ્ર કટોકટીમાંથી કેનેડાને બચાવવામાં ભારતીય મૂળના નાગરિકો અને પ્રવાસીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી હતી.કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં હવે બહારથી આવતા ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારતીયોની એન્ટ્રી તથા વસવાટ પર પ્રતિબંધ મૂકવાની અથવા તો ઇમિગ્રેશન નિયમોને અત્યંત કડક બનાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પ્રસ્તાવિત કડક નીતિઓના કારણે ત્યાં રહેતા અને નવા જનારા ભારતીય સમુદાયમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. Previous Post Next Post