રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી વધુ હોટેસ્ટ સિટી બન્યું Oct 09, 2026 રાજકોટ, સમગ્ર રાજ્યના સરેરાશ તાપમાનમાં અચાનક 1.5 ડિગ્રીનો વધારોહવામાન વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ ગુજરાતમાં સરેરાશ તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.આ ફેરફાર વચ્ચે રાજકોટ શહેર ૩૯.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યભરમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે. રાજકોટમાં તાપમાનનો પારો ઊંચે જતાં લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું પડ્યું હતું અને ઠંડા પીણાં તથા છાંયડાનો આશરો લેવો પડ્યો હતો. રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ગરમીનું પ્રમાણ વધતા મિશ્ર ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, વાતાવરણમાં થઈ રહેલા આ અણધાર્યા પલટાને કારણે આગામી દિવસોમાં પણ લોકોને આ પ્રકારની મિશ્ર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. Previous Post Next Post