ગુજરાતના 93 તાલુકામાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ Sep 21, 2026 અમદાવાદ,સૌથી વધુ ભાવનગરના મહુવામાં 4.13 ઈંચ, ગોંડલમાં 3.62 વરસાદ, 3 જિલ્લામાં યલો એલર્ટગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ ગત તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી લઈને આજ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 20 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 105 એમએમ, રાજકોટના ગોંડલમાં 92 એમએમ અને જૂનાગઢના માણાવદરમાં 71 એમએમ વરસાદ ખાબક્યો. જૂનાગઢ શહેરમાં 60 એમએમ અને વંથલીમાં 52 એમએમ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેતી પાકોને નવું જીવનદાન મળ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 50 એમએમ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 49 એમએમ, તેમજ અમરેલીના કુંકાવાવ વાડિયામાં 44 એમએમ અને રાજકોટના જસદણમાં 40 એમએમ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ 39 એમએમ વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના અનેક તાલુકાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાને કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.સૌરાષ્ટ્ર ઉપરાંત સુરતમાં પણ 39 એમએમ વરસાદ થયો. આ વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. આજે નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ છે. હવામાન વિભાગના આંકડા મુજબ ગત તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી લઈને આજ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.આજે એટલા સ્થળોએ વરસાદ પડવાની સંભાવનાહવામાન વિભાગની આગાહી મુજબ 21 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ તોફાની વરસાદરાજકોટ શહેરમાં ગઈકાલે રવિવારે સાંજે 7-30 કલાકે ભારે ગાજવીજ અને તેજ પવનનાં સુસવાટા સાથે એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર રાજમાર્ગો-સર્કલો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના તળાવડા ભરાઈ ગયા હતા તો ચુનારાવાડમાં વૃક્ષ પડી ગયું હતું. શહેરમાં છેલ્લા બે દિવસથી તડકા-છાંયડા વચ્ચે હળવા ઝાપટા વરસતા રહ્યા હતા અને ગઈકાલે રવિવારની રજામાં પણ આખો દિવસ સ્વચ્છ હવામાન રહ્યા બાદ સાંજે 7-30 કલાકે હવામાન અચાનક પલટાયું હતું અને આકાશમાં પ્રચંડ વિજ કડાકા-ભડાકા થયા હતા અને ગાજવીજ તથા ઝડપી પવનનાં સુસવાટા સાથે મેઘરાજાએ તોફાની આગમન કર્યું હતું અને એક જ કલાકની અંદર એક ઇંચ વરસાદ ખાબકી જવા પામ્યો હતો. ભારે વરસાદ અને તેજ પવનથી ગણેશ પંડાલના સંચાલકોમાં દોડધામ થઈ જવા પામી હતી. દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર શહેરમાં ગતરાત્રિના સેન્ટ્રલ ઝોનમાં 22 મીમી તથા ઇસ્ટ અને વેસ્ટમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલમાં મોસમનો કુલ 510 તથા ઇસ્ટમાં 419 અને વેસ્ટમાં 442 મીમી વરસાદ નોંધાયો હતો. Previous Post Next Post