પુતિનના જન્મદિવસે યુક્રેનમાં મિસાઈલ હુમલો: 22ના મોત Oct 08, 2026 નવી દિલ્હી ,કીવ સહિત ૧૨ મુખ્ય વિસ્તારો પર વિનાશક હુમલાથી હાહાકારરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના જન્મદિવસે જ યુક્રેન સામે અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. યુક્રેન દ્વારા રશિયા પર ૯૦૦થી વધુ ડ્રોન હુમલા કરવાના બીજા જ દિવસે મોસ્કો દ્વારા પુતિનના જન્મદિવસે જ યુક્રેનના વિવિધ રહેણાંક વિસ્તારો પર ભીષણ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. આ ગોઝારા હુમલામાં કીવ સહિત ૧૨થી વધુ વિસ્તારોમાં ૨૨થી વધુ નાગરિકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં ૪ માસૂમ બાળકો પણ સામેલ છે.આ હુમલામાં ૬૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેથી સ્થાનિક હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની ભીડ જામેલી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા બાદ જણાવ્યું હતું કે રશિયાની આધુનિક મિસાઇલો યુક્રેન માટે મોટો પડકાર બની રહી છે અને દેશની સુરક્ષા માટે હાલ એર ડિફેન્સ મિસાઇલોની અત્યંત આવશ્યકતા છે. Previous Post Next Post