હવે AI તૈયાર કરશે ભારતનો ડિજિટલ હેલ્થ મેપ Oct 09, 2026 નવી દિલ્હી,122 કરોડ સ્વાસ્થ્ય રેકોર્ડ્સના વિશ્લેષણ દ્વારા કયા વિસ્તારમાં કઈ બિમારી વધી રહી છે તેની માહિતી મળશેદેશભરમાં ઉપલબ્ધ આશરે ૧૨૨ કરોડથી વધુ હેલ્થ રેકોર્ડ્સના ડેટાના આધારે હવે એક વિશેષ 'ડિજિટલ નકશો' તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક ટેકનિકના માધ્યમથી એ વાતની સ્પષ્ટ ઓળખ થઈ શકશે કે દેશના કયા ભૌગોલિક સ્થળો કે વિસ્તારોમાં કયો રોગ ઝડપથી વધી રહ્યો છે અને તેના સંભવિત જોખમો કયા છે.આ ડિજિટલ હેલ્થ મેપ દ્વારા આરોગ્ય વિભાગને કોઈપણ બીમારીના ફેલાવા પર ચાંપતી નજર રાખવામાં અને ભવિષ્યના જોખમોને પારખીને સમયસર યોગ્ય પગલાં લેવામાં ખૂબ જ મોટી મદદ મળી રહેશે. આનાથી સ્થાનિક સ્તરે રોગચાળાની સ્થિતિને ડામવા માટે સચોટ આયોજન કરી શકાશે.તબીબી ક્ષેત્રે આ ક્રાંતિકારી પગલું ભવિષ્યમાં રોગોની આગોતરી આગાહી કરવામાં અને સાચો તબીબી અભિગમ અપનાવવામાં માસ્ટર સ્ટ્રોક સાબિત થશે. Previous Post Next Post