ઈરાન સાથે વેપાર કરવા બદલ મુંબઈની બે કંપનીઓ અને પાંચ ભારતીયો પર યુ.એસનો પ્રતિબંધ

ઈરાન સાથે વેપાર કરવા બદલ મુંબઈની બે કંપનીઓ અને પાંચ ભારતીયો પર યુ.એસનો પ્રતિબંધ

નવી દિલ્હી,

પેટ્રોલિયમ પેદાશોની લેવડદેવડ મામલે ટ્રમ્પની કડક કાર્યવાહી, ૧૮ જહાજો પણ પ્રતિબંધિત

​ઈરાન સાથે ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પેદાશો અને પેટ્રોકેમિકલ્સનો વેપાર કરવાના આરોપસર અમેરિકા દ્વારા મુંબઈ સ્થિત બે ભારતીય કંપનીઓ તેમજ પાંચ ભારતીય નાગરિકો પર કડક પ્રતિબંધો ઝીંકી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈરાનની તેલ આવકને સંપૂર્ણપણે ડૂબાડવા અને અંકુશમાં લાવવા માટે આ આક્રમક ડગલું ભરવામાં આવ્યું છે. આ કાર્યવાહી હેઠળ ભારતીય કંપનીઓ ઉપરાંત તુર્કિયેની 'નૂરઝાદ પેટ્રોકેમ્યા' અને સંયુક્ત આરબ અમીરાતની 'અરેબિયનપ્રો મટિરિયલ્સ' જેવી વિદેશી શિપ મેનેજમેન્ટ કંપનીઓને પણ નિશાન બનાવવામાં આવી છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે ઈરાની ઓઇલની હેરાફેરી કરતી ૧૮ જેટલી શેડો ફ્લીટ (જહાજો) પર પણ અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પ્રતિબંધો જાહેર કર્યા છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ