અમેરિકામાં પણ હવે તાલિબાની ધોરણે મોતની સજાનું લાઈવ ટેલિકાસ્ટ!

અમેરિકામાં પણ હવે તાલિબાની ધોરણે મોતની સજાનું લાઈવ ટેલિકાસ્ટ!

નવી દિલ્હી,

13 સૈનિકોની ફાયરિંગ કરી હત્યા કરનારા પૂર્વ ઓફિસરને જાહેરમાં ગોળીઓથી વીંધી નંખાશે

અમેરિકામાં એક ગુનેગારને આપવામાં આવનારી મોતની સજાનું જીવંત પ્રસારણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રકારની સજાની પદ્ધતિને અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા અપનાવવામાં આવતી જાહેરમાં સજા અને ન્યાય પ્રણાલી સાથે સરખાવવામાં આવી રહી છે.

અમેરિકામાં એક આર્મી ઓફીસરને થયેલી મોતની સજામાં 3 ડિસેમ્બરે તેને ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભો રાખી  એક સાથે અનેક શૂટર તેને ગોળીથી ઠાર મારશે અને આ તમામનું અમેરિકી ટેલીવિઝન પર જીવંત પ્રસારણ પણ થશે. અમેરિકાના રક્ષણ મંત્રી પીટ હેગસેથે એક નિવેદનમાં આ ઉતર કોરિયા કે તાલીબાની જેવી સજાનું એલાન કર્યું છે જે તા.3 ડિસેમ્બરના અમલી બનશે.

2009માં અમેરિકાના ફોટ હુડમાં એક આર્મી ઓફીસર નિદાલ હસને આડેધડ ગોળીબાર કરી 13 સૈનિકોની હત્યા કરી હતી અને તેને હવે ફાયરીંગ સ્કવોડ સામે ઉભો રાખીને મોતની સજાનો ચુકાદો આપ્યો છે. આ અતિ-સંવેદનશીલ અને ચર્ચાસ્પદ પગલાથી દેશ-વિદેશના મીડિયામાં મોટી હલચલ મચી ગઈ છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ