એશિયન ગેમ્સમાં રૂ. ૭૦૦ કરોડના ખર્ચે માત્ર ૮૫ મેડલ આવ્યા

એશિયન ગેમ્સમાં રૂ. ૭૦૦ કરોડના ખર્ચે માત્ર ૮૫ મેડલ આવ્યા

નવી દિલ્હી,

ભારતીય ખેલાડીઓના પ્રદર્શન અંગે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી આકરા પાણીએ

જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી ૨૦મી એશિયન ગેમ્સમાં ભારતીય ટુકડીએ ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ સાથે કુલ ૮૫ મેડલ મેળવીને પોતાના અભિયાનનો અંત આણ્યો છે. 

અગાઉની હંગઝોઉ એશિયન ગેમ્સના ૧૦૬ મેડલના રેકોર્ડની સરખામણીએ મેડલની સંખ્યા ઘટીને ૮૫ પર આવી જતાં મંત્રાલયે આ પ્રદર્શનને ગંભીરતાથી લીધું છે. ખેલાડીઓની તૈયારીઓ પાછળ સરકારી તિજોરીમાંથી રૂ. ૭૦૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં અપેક્ષિત પરિણામો ન મળતાં મંત્રાલય દ્વારા ઓક્ટોબર મહિનામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો છે.

સ્પર્ધા દરમિયાન કેટલાક ખેલાડીઓ દ્વારા છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવેલી ઈજાઓ અંગે પણ તપાસ હાથ ધરાશે. મંત્રાલયનું માનવું છે કે તૈયારીઓ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ છતાં ખેલાડીઓ પોતાની ઈજાઓ છુપાવે તે યોગ્ય નથી.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ