સુરેન્દ્રનગરમાં સરકારી બસો આગળથી પેસેન્જરો ભરતા વાહનો જપ્ત Oct 27, 2026 સુરેન્દ્રનગર,ટ્રાફિક પોલીસ, RTO અને ST વિભાગની જોરાવરનગર અને દુધરેજ રોડ પર સંયુક્ત કામગીરીસુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને ટ્રાફિકના નિયમો નેવે મૂકતા વાહનચાલકો સામે લાંબા સમયથી મળતી વ્યાપક ફરિયાદોને આધારે ટ્રાફિક પોલીસ, એસટી વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાસ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આ સંયુક્ત ટીમોએ જોરાવરનગર એસટી બસ સ્ટેન્ડ તેમજ દુધરેજ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ઓચિંતું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી કેટલાક અનધિકૃત વાહનચાલકો સરકારી એસટી બસોની આગળ-પાછળ પોતાના વાહનો દોડાવીને બસ સ્ટેન્ડ નજીકથી જ ગેરકાયદે રીતે પેસેન્જરો ભરી લેતા હતા. આ પ્રકારની પ્રવૃત્તિથી એસટી નિગમને આર્થિક નુકસાન થવાની સાથે મુસાફરોની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થતું હતું. આ બાબતને ધ્યાને રાખીને ફ્લાઈંગ સ્ક્વોડે નિયમો વિરુદ્ધ દોડતા અનેક ટ્રાવેલર્સ તેમજ પેસેન્જર લોડિંગ વાહનોને સ્થળ પર જ જપ્ત કરી દંડકીય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Previous Post Next Post