ભારે કરી! માંડવીમાં સુરક્ષા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરાના વાયરો જ ચોરાઈ ગયા!

ભારે કરી! માંડવીમાં સુરક્ષા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરાના વાયરો જ ચોરાઈ ગયા!

માંડવી (કચ્છ),

વર્ષ ૨૦૧૭માં પાલિકાએ 45 લાખના ખર્ચે લગાવેલા ૮૧ કેમેરા બંધ હાલતમાં

કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં ગુનાખોરી ડામવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે વર્ષ ૨૦૧૭માં માંડવી નગરપાલિકા દ્વારા સરકારી તિજોરીમાંથી રૂપિયા ૪૫ લાખથી વધુનો માતબર ખર્ચ કરીને શહેરના પ્રવેશદ્વારો, મુખ્ય બજારો, ધાર્મિક સ્થળો તેમજ બીચ રોડ જેવા સંવેદનશીલ પોઈન્ટ્સ પર ૮૧ જેટલા આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જોકે, યોગ્ય જાળવણીના અભાવે આ આખી હાઇટેક સુરક્ષા વ્યવસ્થા હાલ સદંતર ઠપ્પ થઈ ગઈ છે.

વર્ષ ૨૦૨૩માં કચ્છના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદથી આ કેમેરા નેટવર્કને મોટું નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડા બાદ સમારકામના દાવા વચ્ચે અસામાજિક તત્વો અને તસ્કરો દ્વારા રસ્તાઓ પરથી કેમેરાના કિંમતી કોપર વાયરોની મોટા પાયે ચોરી કરી લેવામાં આવી હતી. આ અંગે માંડવી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ સુધી પાલિકા વહીવટદારો દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતાં તમામ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે.

You may also like

પેન્ડિંગ કોર્ટ કેસમાં દેશમાં અમદાવાદ ચોથા સ્થાને

પેન્ડિંગ કોર્ટ કેસમાં દેશમાં અમદાવાદ ચોથા સ્થાને

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ