રાજકોટ મનપા વીજપોલ પર જાહેરાત લગાવવાની મંજૂરી નહી આપે Oct 10, 2026 રાજકોટ ,અઠવાડિયાના નામે આખો મહિનો ઉપયોગ કરવાની ચાલબાજી બંધશહેરમાં અગાઉ વીજ પોલ અને જાહેર માર્ગો પર અઠવાડિયાના નાણાં ભરીને એક-એક મહિના સુધી જાહેરાતના બોર્ડ, બેનરો અને પબ્લિસિટી મટીરિયલ લગાવી દેવાની પ્રથા ચાલતી હતી, જેના કારણે શહેરી સૌંદર્યને ભારે ગ્રહણ લાગતું હતું અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી.આ ગેરરીતિને ડામવા માટે મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા હવેથી વીજ પોલ ઉપર કોઈપણ પ્રકારના બોર્ડ કે બેનરો લગાવવા માટે મંજૂરી ન આપવાનો મોટો અને સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી વીજ પોલનો વ્યાપારી કે અન્ય પ્રચાર માટે ઉપયોગ કરવા માટેની કોઈપણ અરજીને મંજૂર કરવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ કે એજન્સી નિયમો વિરુદ્ધ જઈને વીજ પોલ પર ગેરકાયદે બેનરો કે હોર્ડિંગ્સ લગાવશે, તો તંત્ર દ્વારા તેમની સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે તમામ સામગ્રી જપ્ત કરી લેવામાં આવશે. Previous Post Next Post