એલ.કે. અડવાણી, જયશંકર અને કેજરીવાલ સહિતના VVIPને SIRની નોટિસ Sep 21, 2026 નવી દિલ્હી,ડેટા મેપિંગ અને લોજિકલ વિસંગતતાઓને કારણે સિસ્ટમ-જનરેટેડ નોટિસો ફટકારાઈદેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાએ અત્યારે ભારે રાજકીય ચર્ચા જગાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વ્યાપક ચકાસણી ઝુંબેશમાં દેશના અનેક હાઈ-પ્રોફાઈલ અને દિગ્ગજ નેતાઓના નામ સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા પૂર્વ ઉપપ્રધાન મંત્રી લાલકૃષ્ણ અડવાણી, વિદેશ મંત્રી એસ. જયશંકર, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ વકીલ તથા રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ સહિત અનેક દિગ્ગજોને ચૂંટણી પંચ તરફથી SIR નોટિસ ફટકારવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ આ નોટિસો આપવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગની નોટિસો મતદાર માહિતી ફોર્મમાં રહેલી વિસંગતતાઓ અથવા વર્ષ 2002ની અગાઉની SIR પ્રક્રિયાના રેકોર્ડ સાથે ડેટા મેચ ન થવા અને લોજિકલ ભૂલોને કારણે જનરેટ થઈ છે.98 વર્ષીય વરિષ્ઠ નેતા અડવાણી તેમજ તેમના પરિવારના કેટલાક સભ્યોના નામ 2002ના SIR રેકોર્ડ સાથે સીધા મેપ ન થઈ શકવાને કારણે તેમને આ સૂચના મળી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના પત્નીના રેકોર્ડની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ કપિલ સિબ્બલને પણ ડેટામાં તફાવત તથા અનમેપ્ડ શ્રેણી અંતર્ગત નોટિસ આપવામાં આવી છે. આ પ્રક્રિયાને લઈને કપિલ સિબ્બલે ચૂંટણી પંચ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.ચૂંટણી પંચની સ્પષ્ટતાઆ મામલે વધતા વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે નોટિસ મળવાનો અર્થ એ નથી કે મતદારનું નામ યાદીમાંથી કાયમ માટે રદ્દ થઈ ગયું છે. આ માત્ર સિસ્ટમ દ્વારા ઉત્પન્ન કરાયેલ ચકાસણી પ્રક્રિયાનો એક ભાગ છે. સંબંધિત મતદારોએ નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના જરૂરી દસ્તાવેજો રજૂ કરીને વિગતો ખરાબ કરાવવાની રહેશે. દસ્તાવેજોની ચકાસણી બાદ 4 નવેમ્બરે જાહેર થનારી આખરી મતદાર યાદીમાં પાત્ર મતદારોના નામ યથાવત રાખવામાં આવશે. Previous Post Next Post