સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામ મામલે શિવરાજ નરેશ પટેલનું મોટું નિવેદન Oct 17, 2026 રાજકોટ,દોઢ કરોડની વસ્તી ધરાવતા પરિવારને કોઈ અલગ નહી કરી શકેસુરત ખાતે ૧૫૦ વીઘા જમીનમાં ‘શ્રી અન્નપૂર્ણા ખોડલધામ’ સંકુલ નિર્માણની જાહેરાત બાદ, સર્જાયેલા વિવાદ અને ચર્ચાઓ વચ્ચે રાજકોટ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે (જય પટેલ) આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, દોઢ કરોડની વસ્તી ધરાવતા પાટીદાર સમાજને કોઈ અલગ કરી શકે નહીં.જેમ એક ઘરમાં કે પરિવારમાં નાની-મોટી નોકજોક કે મનભેદ થતા હોય છે, તેમ મોટા સમાજમાં પણ અલગ-અલગ વિચારો હોઈ શકે છે, પરંતુ અંતે તો સમગ્ર સમાજ એકજૂથ જ છે. સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામથી દક્ષિણ ગુજરાતનું અંતર વધુ હોવાથી સુરત ખાતે સ્થાનિક ભક્તોની સુવિધા માટે મા આદ્યશક્તિનું મંદિર કે ધામ બને તે એક સકારાત્મક અને હર્ષની બાબત છે. બીજી તરફ, સુરતમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરનાર ઉદ્યોગપતિ મુકેશ પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે, કાગવડ સ્થિત ખોડલધામ જ સમગ્ર લેઉવા પટેલ સમાજનું મુખ્ય આસ્થા કેન્દ્ર રહેશે. અન્નપૂર્ણા ખોડલધામ કોઈની સામે સ્પર્ધાત્મક રીતે નહીં પરંતુ સમાજના કલ્યાણ અને સ્થાનિક આસ્થા માટે બનાવાઈ રહ્યું છે, અને નરેશ પટેલ સહિત તમામનું અહીં હૃદયપૂર્વક સ્વાગત છે. Previous Post Next Post