દિલ્હીમાં દાળ ન ગળતા ચેન્નાઈમાં રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ Oct 10, 2026 ચેન્નાઈ,જંતર-મંતર પર વિપક્ષી એકતા વિખેરાઈ: CJPના પ્રદર્શનથી કોંગ્રેસ દૂરદિલ્હીના જંતર-મંતર ખાતે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનને પગલે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદો અને તિરાડ સપાટી પર આવ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સહિતના ઘટક પક્ષો પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, ત્યારે દેશના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાને બદલે તમિળનાડુના ચેન્નાઈ પહોંચ્યા છે.રાહુલ ગાંધી દિલ્હીમાં જંતર-મંતરના આંદોલનમાં જોડાવાને બદલે ચેન્નાઈમાં વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ દ્વારા આયોજિત 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી વિપક્ષી મોરચાની એકતા સામે સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ પાર્ટી પોતાના અલગ કાર્યક્રમો અને વિદ્યાર્થી લક્ષી ઝુંબેશ ચલાવી રહી છે, જેના કારણે અન્ય વિપક્ષી નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં અસંતોષ જોવા મળ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટીના સીનિયર નેતાઓ જેવા કે અતિશી, સૌરભ ભારદ્વાજ તેમજ સંજય સિંહે પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું છે. Previous Post Next Post