એસજી હાઈવે પર બીએમડબલ્યુ કારે ત્રણ વાહનોને અડફેટે લેતા ત્રણને ઈજા

એસજી હાઈવે પર બીએમડબલ્યુ કારે ત્રણ વાહનોને અડફેટે લેતા ત્રણને ઈજા

અમદાવાદ,

કર્ણાવતી ચાર રસ્તા પાસે અકસ્માત સર્જી કારચાલક ફરાર

અમદાવાદ શહેરના વ્યસ્ત અને ધમધમતા એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી ચાર રસ્તા પહેલાં શેલ્બી કટ નજીક એક પૂરપાટ ઝડપે દોડી રહેલી બીએમડબલ્યુ કારના ચાલકે રસ્તા પર ગફલતભરી રીતે વાહન હંકારીને એક પછી એક એમ કુલ ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી.

એએમટીએસ બસ સ્ટેન્ડની સામેથી પસાર થઈ રહેલા એક એક્ટિવા સ્કૂટરને આ બેફામ કારે પાછળથી ટક્કર મારતા તેના પર સવાર બે સગા ભાઈઓ ફંગોળાઈને ઈજાગ્રસ્ત થયા હતા. રોકવાને બદલે કારચાલકે આગળ જઈને એક ઓટોરિક્ષા અને અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી, જેના કારણે ઓટોરિક્ષામાં બેઠેલા મુસાફરને પણ પગના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી તેમને રજા આપવામાં આવી હતી.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ